અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢના (Junagadh) બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલી નંદન કુરિયર કંપનીમાં આજે શંકાસ્પદ કુરયરનો જથ્થો આવ્યો હતો. કુરિયર કંપનીના કર્મચારીઓએ આ પ્રકારના પાર્સલ જૂનાગઢમાં પહેલીવાર જોયા હોવાથી તેમને શંકા ગઈ હતી જેને ચકાસતા તેમના હોંશ ઊડી ગયા હતા. પોલીસને બાતમી મળી હતી કે નંદન કુરિયરમાં ખાનગી રાહે ઉત્તર પ્રદેશથી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે, જેને તપાસતા અંદરથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.