અતુલ વ્યાસ, જૂનાગઢઃ જૂનાગઢના જિલ્લામાં (junagadh news) એક ગોઝારો અકસ્માત (accident) સર્જાયો હતો. અહીં નવસારીના પરિવારની કારને અકસ્માત નડતાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત (father son died in accident) નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કારનું આગળનું ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો. પટેલ પરિવાર નવસારીથી (Navsari patel family) વાયા તાર્થધામના દર્શન કરીને સોમનાથ (somnath) દર્શન કરવા જતો હતો. ત્યારે રસ્તામાં જ અકસ્માત સર્જાયો હતો. પિતા પુત્રના મોતથી નવસારીના પટેલ પરિવારમાં માતમ છવાયો છે.