Home » photogallery » junagadh » Junagadh: ધીરૂભાઇ અંબાણીનાં ગામ ચોરવાડમાં થાય છે નાગરવેલનાં પાનની ખેતી; જાણો માન્યતા અને ખેતીની પદ્ધતિ

Junagadh: ધીરૂભાઇ અંબાણીનાં ગામ ચોરવાડમાં થાય છે નાગરવેલનાં પાનની ખેતી; જાણો માન્યતા અને ખેતીની પદ્ધતિ

આજે પાનની દુકાને વિવિધ પાન મળે છે. નાના બાળકોથી લઇને મોટેરા ખાઇ શકે તેવા પાન મળે છે. આ નાગરવેલનાં પાન ગુજરાતમાં માત્ર ચોરવાડ વિસ્તારમાં જ થાય છે. પ્રતિકુળ વાતાવરણનાં કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યાં છે.

विज्ञापन

  • 17

    Junagadh: ધીરૂભાઇ અંબાણીનાં ગામ ચોરવાડમાં થાય છે નાગરવેલનાં પાનની ખેતી; જાણો માન્યતા અને ખેતીની પદ્ધતિ

    Ashish Parmar, Junagadh : ગુજરાતમાં એક માત્ર નાગરવેલનાં પાનની ખેતી ચોરવાડમાં થઇ રહી છે. અહીંથી ગુજરાત સહિત અન્ય રાજ્યમાં નાગરવેલનાં પાન મોકલવામાં આવે છે. નાગરવેલની ખેતી પરિશ્રમ માંગી લે તેવી છે.એટલું જ નહીં ચોરવાડ વિસ્તારની જમીન નાગરવેલની ખેતીની માફક આવી છે. નાગરવેલી ખેતી અને તેની સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી છે.

    MORE
    GALLERIES

  • 27

    Junagadh: ધીરૂભાઇ અંબાણીનાં ગામ ચોરવાડમાં થાય છે નાગરવેલનાં પાનની ખેતી; જાણો માન્યતા અને ખેતીની પદ્ધતિ

    પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણનાં કારણે ખેડૂતો નાગરવેલની ખેતી છોડી રહ્યાં છે. નાગરવેલની જગ્યાએ નાળિયેરીનાં બગીચાની ખેતી કરી રહ્યાં છે.અંદાજે 50 જેટલા ખેડૂતોને નાગરવેલની ખેતી છોડી દીધી છે. ચોરવાડ જાણીતા ઉદ્યોગપતિ સ્વ. ધીરૂભાઇ અંબાણીનું મુળ વતન છે. અહીં સ્વ. ધીરૂભાઇ અંબાણીનું મકાન પણ આવેલું છે. અહીં મકાનને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 37

    Junagadh: ધીરૂભાઇ અંબાણીનાં ગામ ચોરવાડમાં થાય છે નાગરવેલનાં પાનની ખેતી; જાણો માન્યતા અને ખેતીની પદ્ધતિ

    નાગરવેલનાં પાનની ખેતી મહેતન માંગી લે છે. દરેક ખેડૂતો નાગરવેલની ખેતી કરી શકતા નથી. નાગરવેલની ખેતી પહેલા અગતિયાનાં છોડનું વાવેતર કરવામાં આવે છે. અગતિયાનાં છોડ મોટા થયા બાદ નાગરવેલનું વાવેતર કરવામાં આવે છે. આ બાદ કેળનાં રેસા સુકવી તેને બાંધી દેવામાં આવે છે. આ રેસા ઉપર નાગરવેલનાં વેલા ચડી જાય છે. ત્યારબાદ અમુક ઉંચાઇ ગયા બાદ વેલાની ફરી જમીન તરફ વાળવામાં આવે છે. આ વેલો જમીન પર પહોચે એટલે ફરી જમીનમાં વાવી દેવામાં આવે છે.તેમજ અગતિયાનાં છોડ સિવાય અન્ય વૃક્ષ સાથે નાગરવેલની ખેતી થતી નથી. ચોરવાડમાં કોળી સમાજનાં લોકો જ નાગરવેલની ખેતી કરી છે.

    MORE
    GALLERIES

  • 47

    Junagadh: ધીરૂભાઇ અંબાણીનાં ગામ ચોરવાડમાં થાય છે નાગરવેલનાં પાનની ખેતી; જાણો માન્યતા અને ખેતીની પદ્ધતિ

    ચોમાસા પહેલા અગતિયાનાં છોડ વાવી દેવામાં આવે છે. બાદમાં નાગરવેલનું વાવેતર થાય છે. વાવેતરનાં છ મહિના પછી નાગરવેલનાં પાન ઉતારવાની શરૂઆત થાય છે.નાગરવેલની ખેતી પાછળ ખર્ચ થાય છે. એક વીઘામાં વાવેતર કર્યું હોય તો તેની પાછળ રૂપિયા 20 હજારથી વધુ મજુરી સહિતનો ખર્ચ થાય છે.

    MORE
    GALLERIES

  • 57

    Junagadh: ધીરૂભાઇ અંબાણીનાં ગામ ચોરવાડમાં થાય છે નાગરવેલનાં પાનની ખેતી; જાણો માન્યતા અને ખેતીની પદ્ધતિ

    નાગરવેલનું વાવેતર કર્યાં બાદ 12થી 15 વર્ષ સુધી પાન આવે છે. બાદ છોડ સુકાઇ જાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં આવેલા પરિવર્તનનાં કારણે નાગરવેલનું આયુષ્ય ઘટ્યું છે. વર્તમાનમાં 8 થી 10 વર્ષ નાગરવેલનું આયુષ્ય છે.ચોરવાડમાં ખેતી કરતા ખેડૂત નાગરવેલનાં પાનનું વેંચાણ કરે છે. ગુજરાતમાં ભાવનગર અને અમદાવાદ પાન વધુ મોકલે છે. તેમજ બંગાળ સહિતનાં રાજ્યમાં પણ પાન મોકલે છે. ખેડૂતને 2000 નાગરવેલનાં પાનનાં 1000 રૂપિયા મળી રહ્યાં છે. એટલે કે 50 પૈસાનું એક પાન વેચાઇ રહ્યું છે તેમજ નાગરવેલનાં પાન રોજ ઉતારી શકાય છે.

    MORE
    GALLERIES

  • 67

    Junagadh: ધીરૂભાઇ અંબાણીનાં ગામ ચોરવાડમાં થાય છે નાગરવેલનાં પાનની ખેતી; જાણો માન્યતા અને ખેતીની પદ્ધતિ

    નાગરવેલનાં પાનને પવિત્ર માનવામાં આવે છે. શુભ પ્રસંગમાં વિધીમાં નાગરવેલનાં પાનનો ઉપયોગ થાય છે. તેમને ચોખ્ખું પાણી આપવામાં આવે છે. તેમજ માસિકધર્મ વખતે મહિલાઓ ખેતરમાં જતી નથી. એવું કહેવાય છે કે, માસિકધર્મ વખતે મહિલાઓ નાગરવેલનાં ખેતરમાં જાય તો છોડ સુકાઇ જાય છે.

    MORE
    GALLERIES

  • 77

    Junagadh: ધીરૂભાઇ અંબાણીનાં ગામ ચોરવાડમાં થાય છે નાગરવેલનાં પાનની ખેતી; જાણો માન્યતા અને ખેતીની પદ્ધતિ

    નાગરવેલનું વાવેતર કર્યાં બાદ પ્રથમ વખત જયારે પાન ઉતારવામાં આવે છે. ત્યારે લગ્ન વિધી કરવામાં આવતી હતી. તેમજ જમણવાર કરવામાં આવતો હતો. આજે પણ પહેલો ફાલ લેતી વખતે વિધિ કરવામાં આવે છે.

    MORE
    GALLERIES