દેવાધી દેવ મહાદેવને અતિ પ્રિય એવો મહાશિવરાત્રી ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાવિકો માટે સુવિધાઓની વિશેષ તૈયારી શરૂ કરવામાં આવી છે. સોમનાથ મહાદેવ મંદિરે ખાતે મહા શિવરાત્રી પર્વને લઈ ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ત્રણ દિવસ સુધી શ્રદ્ધાળુઓ મહા મૃત્યુંજય યજ્ઞ કરી શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ઉભી કરવામાં આવી છે.
મહા શિવરાત્રી દરમ્યાન શ્રદ્ધાળુઓ મહાદેવની બિલ્વ પૂજા કરી શકે તે હેતુથી પ્રથમવાર સોમનાથ ટ્રસ્ટ દ્વારા 21 રૂપિયામાં ઓનલાઈન બિલ્વ પૂજા નોંધી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પૂજા મહાશિવરાત્રીના દિવસે બપોરે 1.30 થી 2.30 વચ્ચે થશે જે ઓન લાઈન શ્રદ્ધાળુઓ પોતાના ઘરે જોઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.