અતુલ વ્યાસ, જૂનાગઢ : ગુજરાતમાં દારૂબંધીની (Gujarat Liquor Ban) ગુલબાંગો વચ્ચે અવારનવાર દારૂ પકડાયા કરે છે. પોલીસથી બચવા માટે અવારનવાર જુદી જુદી નવી નવી ટેકનિકો દ્વારા દારૂની હેરફેર ( New Technique of Bootlegging) કરવામાં આવે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો જૂનાગઢના કેશોદમાંથી ઝડપાયો છે. કેશોદમાં આજે એસટીની બસમાંથી 215 (215 Bottels Liquor Caught in Keshod From GSRTC)બોટલ દારૂ મળી આવ્યો છે. અગાઉ આ રૂટ પર આવી રીતે ક્યારયે બસમાંથી આટલી મોટી માત્રામાં દારૂ પકડાયો નથી ત્યારે આ કૌભાંડ મોટા પાયે થયું હોવાની આશંકા છે.
બનાવની વિગતો આપતા કેશોદના ડેપો મેનેજર એલ.ડી.રાઠોડે જણાવ્યું કે આજે સવારે 11.00 વાગ્યે કેશોદથી જેતપુર ડેપોની ગાડી દીવ-જૂનાગઢ એક્સપ્રેસ કેશોદ ડેપોથી રવાના થઈ રહી હતી. અમારા વિભાગના વડા આજે અહીંયા મીટિંગમાં જઈ રહ્યા હતા. ત્યારે તેમને આ બસમાં શંકાસ્પદ થેલા જોવા મળ્યા હતા. નેશનલ હાઇવે પરથી પસારર થતી બસમાં શંકા જતા તપાસ કરવામાં આવી હતી.