અતુલ વ્યાસ, જૂનાગઢઃ ગુજરાતમાં (Gujarati news) દારૂ બંધી હોવા (liquor ban) છતાં ગુજરાતમાં દરૂ ઘૂસાડવા માટે બૂટલેગરો (bootlegger) નવા નવા કિમીયા અપનાવતા રહે છે. આવી પરિસ્થિતિમાં પોલીસ (police) પણ સક્રિય બનીને બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવી દેતી હોય છે. ત્યારે જૂનાગઢમાંથી પોલીસે (Junagadh police) દૂધના વાહનમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. જ્યાં પોલીસે દૂધના વાહનમાંથી 276 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડ્યો હતો.