અતુલ વ્યાસ, જૂનાગઢ: માંગરોળના ઢેલાણા ગામ (Dhelana village) પાસે નગરપાલિકાના ટાંકાની ઓરડીમાં વહેલી સવારે ખૂંખાર દીપડો (Leopard) ઘૂસી ગયો હતો. કર્મચારી દ્વારા આજે સવારે પાણીના સપ્લાય માટે પાણીની મોટર ચાલુ કરવા જતાં જ ખબર પડી કે ઓરડીમાં દીપડો છે. ખૂંખાર દીપડાનો અવાજ સાંભળતા કર્મચારીના હોશ ઊડી ગયા હતા. કારણ કે મોટર ચાલુ કરવાની જગ્યા પાસે દીપડો બેઠો હતો. ઉલ્લેખનીય છે કે માંગરોળ ગ્રામ્ય વિસ્તારો (Mangrol rural area)માં દીપડાનો વસવાટ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પશુઓના મારણ પણ થયા છે. આજે માંગરોળના ઢેલાણા ગામે નગરપાલિકાના પાણીની ટાંકીની ઓરડીમાં દીપડો ધૂસી જતા કર્મચારીના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. હાલ આ વિસ્તારમાં હિંસક પ્રાણીઓની અવરજવર હોય લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે માંગરોળ ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો વસવાટ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પશુઓના મારણ પણ થયા છે. આજે માંગરોળના ઢેલાણા ગામે નગરપાલિકાના પાણીની ટાંકીની ઓરડીમાં દીપડો ધૂસી જતા કર્મચારીના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. હાલ આ વિસ્તારમાં હિંસક પ્રાણીઓની અવરજવર હોય લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.