Ashish Parmar, Junagadh: ભવનાથમાં ચાલી રહેલા મેળાનો રંગ જામ્યો છે. અહીં રાત પડેને દિવસ ઉગે તેવો માહોલ જામ્યો છે. ભવનાથનાં મેળામાં નાગા સાધુઓનાં દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યાં છે. તો બીજી તરફ નાગા સાધુઓ તેની મસ્તીમાં છે.ભવનાથમાં સાધુઓ અનોખી રીતે સાધના કરી રહ્યાં છે. કોઇ સાધુ બાવળનાં કાટા પર બેસની સાધાન કરી રહ્યાં છે. સાધુઓનાં આવા હઠ યોગ જોઇને લોકો પણ નવાઇમાં પડી જાય છે.