Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં આવેલા ઐતિહાસીક ઉપરકોટનાં કિલ્લાનું રીનોવેશન કરવામાં આવ્યું છે. રીનોવેશન દરમિયાન મુળ સ્થિતી જળવાઇ રહે તેની કાળજી રાખવામાં આવી છે. ઉપરકોટનાં કિલ્લાનું રીનોવેશન પૂર્ણ થતા આગામી મહિનામાં લોકો નિહાળી શકશે. ઉપરકોટનો કિલ્લો નિહાળવા આવતા લોકોને અહીં શું શું જોવા મળશે તે જોઇએ.