ફળોના સ્વાદ પ્રેમીઓ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તેવી મીઠી કેસર કેરીનું આગમન થવા પામ્યું છે. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન થતાં ખેડૂતો અને વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે.