અતુલ વ્યાસ, જૂનાગઢ : સમગ્ર સોરઠ પંથક સાથે રાજ્યના રાજકારણમાં પડધો પાડી જનારા ચકચારી હત્યા (Murder) કેસમાં પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જૂનાગઢના (Junagadh) પૂર્વ મેયર લાખાભાઈ પરમારના (Ex Mayor Lakhabhai parmar) દીકરાની (Son) હત્યા કરનારા આ શખ્સોમાં મુખ્ય આરોપી ભારતીય જનતા પાર્ટીના (BJP) મહિલા કોર્પોરેટરનો પતિ છે. પોલીસે તેની એક શખ્સ સાથે મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ ફરિયાદીઓએ ભાજપના બે કોર્પોરેટરો, શહેર ઉપાધ્યક્ષ સહિતનાના નામ લખાવ્યા હતા પરંતુ પોલીસને તેમના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. દરમિયાન આ કેસમાં પોલીસે વધુ 5 વ્યક્તિની અટકાયત કરી છે જેમાં બે મહિલાઓ છે. આ શખ્સો સામે હત્યાનું કાવતરૂં ઘડવાનો આરોપ છે.
આ પાંચ શખ્સોના ઘરે કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ વિગતો મેળવી હતી. અગાઉ આ કેસનોપોલીસે ભેદ ઉકેલી જણાવ્યું હતું કે મૃતક ધર્મેશ અને ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સંજય બાડીયા વચ્ચે ઘણા સમયથી મનદુઃખ હતું જેનો ખાર રાખી, સંજયે પોતાના ભાઈ કમલેશ ઉર્ફે મરછરને ધર્મેશ ને મારવાનું કહ્યું હતું.
બાડીયાએ ફૂલપ્રુફ પ્લાન બનાવતા પોતે જૂનાગઢથી બહાર જાય ત્યારે કામ તમામ કરવાનું કહી સંજય ગુજરાત બહાર ચાલ્યો ગયો હતો, ત્યારે કમલેશે ધર્મેશને મારવાનું નક્કી કર્યું અને આ કામ માટે કમલેશે પોતાના બે સાળા,રામજી અને ભૂરીયાને કામ આપ્યું હતું અને એક બાતમીદાર ભબરીયા ને મૃતક ધર્મેશ પર વોચ રાખવાનું કહ્યું હતું.
બનાવના દિવસે ભુરીયાએ બાતમી આપી હતી કે ધર્મેશ ઘરની બહાર નીકળ્યો છે ત્યારે 6 લોકોએ ધર્મેશનું ઢીમ ઢાળી દીધું હતું અને તમામ ને પોલીસે ઝડપી લીધા છે. એફ.આઈ.આર.માં શકદાર તરીકે ભાજપના બે કોર્પોરેટર તેમજ શહેર ભાજપ ઉપાધાયક્ષના નામ નો ઉલેખ કરવામાં આવ્યો છે પણ હાલ તેની વિરૃધ કોઈ પુરાવા ન હોય તેની સામે હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.