Home » photogallery » junagadh » Plastic free cafe: દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં, કિલો પ્લાસ્ટિક આપીને મેળવો એક પ્લેટ ફ્રી નાસ્તો

Plastic free cafe: દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં, કિલો પ્લાસ્ટિક આપીને મેળવો એક પ્લેટ ફ્રી નાસ્તો

Plastic Free café: 'ભારતમાં દરરોજ 10376 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. દર વર્ષે 500 અબજ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. વર્ષ 2050 સુધીમાં સમુદ્રમાં માછલી કરતાં પ્લાસ્ટિક વધુ હશે'

  • 16

    Plastic free cafe: દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં, કિલો પ્લાસ્ટિક આપીને મેળવો એક પ્લેટ ફ્રી નાસ્તો

    અતુલ વ્યાસ, જુનાગઢ : જુનાગઢમાં (Junagadh) દેશનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો (Prakrutik Plastic cafe) પ્રારંભ થઇ રહ્યો છે. 30 જુનના એટલે આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે આ કાફેનો પ્રારંભ થશે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
    જુનાગઢમાં દેશનું સર્વ પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો (India's first plastic free cafe) પ્રારંભ થવા જઇ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    Plastic free cafe: દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં, કિલો પ્લાસ્ટિક આપીને મેળવો એક પ્લેટ ફ્રી નાસ્તો

    વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન શરુ કર્યું છે. તેના ભાગરૂપે આ કાફે શરુ કરવામાં આવ્યું છે. આ કાફેમાં પ્રાકૃતિક નાસ્તો અને ભોજન મળશે. આ સાથે અહીં માટીના બનાવેલા વાસણોનું પણ વેચાણ થશે.

    MORE
    GALLERIES

  • 36

    Plastic free cafe: દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં, કિલો પ્લાસ્ટિક આપીને મેળવો એક પ્લેટ ફ્રી નાસ્તો

    એક પ્લાસ્ટિક મુક્ત અભિગમના ભાગ રૂપે કોઈ અર્ધો કિલો પ્લાસ્ટિક લાવશે તો તેને કાફેનું સરબત મફતમાં આપવામાં આવશે. આ ઉપરાંત એક કિલો પ્લાસ્ટિક લાવશે તેઓને નાસ્તો ફ્રી આપવામાં આવશે. 1 જુલાઈના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટીકના પ્રતિબંધ રૂપે આ કાફે શરુ કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 46

    Plastic free cafe: દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં, કિલો પ્લાસ્ટિક આપીને મેળવો એક પ્લેટ ફ્રી નાસ્તો

    કાફેમાં 6 ટેબલ અને 16 વ્યક્તિઓ એક સાથે બેસી શકશે અને અહીથી બનાવેલી વસ્તુઓ ઓનલાઈન ખાનગી સર્વીઝીઝ દ્વારા પણ પહોચાડવામાં આવશે. સાથે કેસલેસ પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 56

    Plastic free cafe: દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં, કિલો પ્લાસ્ટિક આપીને મેળવો એક પ્લેટ ફ્રી નાસ્તો

    જેટલો વધુ પ્લાસ્ટિકનો કચરો હોય તેને તેટલી મોટી થાળી આપવામાં આવશે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ કાફેનો લોકો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 66

    Plastic free cafe: દેશનું પહેલું પ્લાસ્ટિક ફ્રી કેફે ગુજરાતમાં, કિલો પ્લાસ્ટિક આપીને મેળવો એક પ્લેટ ફ્રી નાસ્તો

    જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજે મીડિયા સાથેની વાતચીતમાં પ્લાસ્ટિકની ખરાબ અસરો વિશે જણાવતાં જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકની બોટલને સડતાં 400 વર્ષ લાગે છે. ભારતમાં દરરોજ 10376 ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. દર વર્ષે 500 અબજ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. વર્ષ 2050 સુધીમાં સમુદ્રમાં માછલી કરતાં પ્લાસ્ટિક વધુ હશે. તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢવાસીઓને પર્યાવરણનું રક્ષણ કરવા, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કુદરતી આહાર તરફ આગળ વધવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અપીલ કરવામાં આવી છે. આ રીતે આપણે પર્યાવરણ સહિત દેશની સેવા કરી શકીશું.

    MORE
    GALLERIES