અતુલ વ્યાસ, જુનાગઢઃ યુવકોને હની ટ્રેપમાં (Honey trap) ફસાવીને લાખો રૂપિયા પડાવવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (Junagadh Local crime branch) ભેસાણ તાલુકાના ધોળવા ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવીને અપહરણ (Kidnapping) કરનારી ટોળકીને પકડી પાડી છે. આ ટોળકીમાં એક મહિલા સહિત ત્રણ લોકો સામેલ છે.
મળતી માહિતી પ્રમાણએ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા 35 વર્ષીય ભાવેશભાઈ રામજીભાઈ બોરડ મેંદપરા ગામથી જૂનાગઢ તરફ પોતાના મોટર સાઈકલ ઉપર આવતા હતા ત્યારે બલિયાવડ ગામ થઈ આગળ ભેંસાણ ચોકડી પાસે એક અજાણી મહિલાએ રોકી લિફ્ટ માંગી હતી. પોતાના મોટર સાઈકલ ઉપર બેસાડી થોડા આગળ જઈને બે મોટર સાઈકલ સવારે પોતે એલસીબી પોલીસના માણસો હોવાની ઓળક આપી હતી.
મહિલા કોણ છે કેમ બીજાની બૈરીને લઈને ફરો છો? તેવું જણાવી મોટર સાઈકલ ઉપર બેસાઈડીને અપહરણ કરી જૂનાગઢ શહેરમાં લાવી ગેરકાયદેસર અટકાયત કરી હતી. મામલો પતાવવા પહેલા ત્રણ લાખની ખંડણી માંગી અને પતાવટના રૂ.1.20 લાખ ખંડણી માંગી હતી. ફરિયાદી ભાવેશ બોરડનો ભાઈ મુકેશ ભોરડ સુરત ખાતે હોવાથી આંગડિયામાં રૂપિયા મોકલવાનું કહેતા ભેંસાણના આગેવાનો નટુભાઈ પોકીયા દ્વાર ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને આ બાબતની જાણ કરી હતી.
જેના પગેલ પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તાત્કાલિક તપાસ હાથધરી હતી. અને મોબાઈલ દ્વારા સુરત મુકેશભાઈનો સંપર્ક કરીને ફરિયાદીના નામે આંગડિયા પેઢીમાં રૂપિયા મંગાવવામાં આવ્યા હતા. એક આરોપી અરવિંદ ગજેરા રૂપિયા લેવા આવતા ફરિયાદી અપહપ્તને આરોપીની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ફરિયાદ ભાવેશભાઈ રામજીભાઈ બોરડના અપહરણ કરનાર આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.