Ashish Parmar, Junagadh: ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રીનાં મેળામાં રાત્રીનાં ભજનની રમઝટ બોલે છે. ખાસ કરીતે ભોળાનાથનાં ભજન વધુ સાંભળવા મળે છે. મેરે ભોલે કે દરબાર મે સબ કા ખાતા હૈ, ચાહે અમીર હો, ચાહે ગરીબ હો... આ શબ્દો ફકત ભજન સુધી જ મર્યાદ રહ્યાં નથી. પરંતુ ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રીનાં મેળામાં પ્રત્યેક્ષ નિહાળી શકાય છે.
મેળામાં અન્નક્ષેત્રો ચાલી રહ્યાં છે. રોજે લાખો લોકો ભોજન કરી રહ્યાં છે. એક જગ્યાએ તમામ લોકો ભોજન લઇ રહ્યાં છે. અહીં અન્નક્ષેત્રોમાં કોઇ પણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખવામાં આવતો નથી. ભોજન લેનારને તેની જાતી કે જ્ઞાતીનો પણ ખ્યાલ હોતો નથી. એક જ પંગતમાં લોકો ભોજન લઇ રહ્યાં છે. એટલું જ નહી અહીં ગરીબ, મધ્યમ વર્ગ, અમીર બધા સાથે ભોજન લઇ રહ્યાં છે. સફાઇ કમર્ચારી પણ જમે છે અને ફૂગા વેચવાવાળા પણ જમે છે.