જીતુભાઈએ જણાવ્યું હતું કે, હું પહેલા લસણ ડુંગળી તથા ઘઉં જેવા પાકોનું વાવેતર કરતો હતો. પરંતુ આ પાકોમાં સારું વળતર મળતું હોવાથી હવે અમે આ પાકનું વાવેતર શરૂ કર્યું છે, જેમાં મરચીનું વાવેતર હું છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યો છું અને મને તેમાં ખૂબ સારો નફો પણ મળતો આવ્યો છે. જેથી હવે આવનારા દિવસોમાં વધુ સારું વાવેતર કરી અને સારું વળતર મેળવી શકીશ.
જીતુભાઈએ જણાવ્યું હતું કે, સંપૂર્ણપણે ઓર્ગેનિકથી વાવેતર કર્યું છે. દવાનો ઉપયોગ કર્યા વગર દર 8 દિવસે ગૌમુત્ર, છાશ અને છાણનો છંટકાવ કર્યો છે. જેથી સારું એવું વળતર મળ્યું છે. જો ઓર્ગેનિક ખેતી કરો તો પ્રથમ વર્ષે કદાચ ઓછું ઉત્પાદન મળે. પરંતુ બીજા વર્ષથી ખૂબ સારું ઉત્પાદન મળશે. ઓર્ગેનિકથી પાક સારો થાય છે અને વાવેતર કરવામાં આવેલા પાકનું ઉત્પાદન પણ મબલક પ્રમાણમાં મળી રહે છે.