Ashish Parmar, Junagadh: જૂનાગઢ શહેરમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રી મેળાની સંબંધિત ભીડને ધ્યાનમાં રાખીને આ સમયગાળા દરમિયાન યાત્રિયોને સુવિધા આપવા માટે રેલ્વે પ્રશાસને જૂનાગઢ-રાજકોટ અને જૂનાગઢ-કાંસિયા નેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.
જૂનાગઢથી રાજકોટ માટે 15 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 સુધી (16.02.2023 અને 20.02.2023 સિવાય) મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.આ દિવસોમાં આ વિશેષ ટ્રેન રાજકોટથી સવારે 10.40 કલાકે ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને બપોરે 12.45 કલાકે પહોંચશે.તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 17.55 કલાકે રાજકોટ પહોંચશે.
આ જ રીતે આ ટ્રેન કાંસિયા નેશથી 13.40 કલાકે ઉપડી જૂનાગઢ 16.00 કલાકે પહોંચશે. તેમજ તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશનો પર ઉભી રહેશે.તેમજ ટ્રેન નં. 19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, 09513/09514 વેરાવળ-રાજકોટ-વેરાવળ પેસેન્જર, 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને 09522/09521 સોમનાથ-રાજકોટ-સોમનાથ પેસેન્જરમાં વધારાના કોચ લગાવવામાં આવશે.