Ashish Parmar, Junagadh: ગીર જંગલમાં 70 જેટલા નેસ આવેલા છે. જેમાંથી 25 નેસમાં શિક્ષણ કાર્ય થઇ રહ્યું છે. ત્યારે આદાઝી બાદ પ્રથમ વખત ખજુરી નેસમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. વસંત પંચમીનાં પવન દિવસથી અહીં એસટીપી વર્ગ શરૂ કરવામાં આવ્યાં છે. નેસમાં રહેતા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે મુકતાનંદબાપુ, ડો.નલીન પંડિત, કાળુભાઇ સહિતનાં પ્રયાસ કરી રહ્યાં છે.
હાલમાં નેસ વિસ્તારમાં શાળા શરૂ થતાં વિદ્યાર્થીઓને હવે પાયાના શિક્ષણથી વંચિત નહિ રહેવું પડે. ફક્ત શાળા શરૂ થવાની જાહેરાતથી જ અહી અનેક વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા અને શિક્ષણ મેળવવા પ્રત્યે તેમની આતુરતા સ્પષ્ટ જોવા મળી હતી. ત્યારે હાલ તો ખજુરી નેસમાં શાળા શરૂ કરવાની મંજૂરી મળી છે. શિક્ષણ વિભાગ અને તેના સંવેદનશીલ અધિકારીઓ થકી હાલમાં આ પ્રયાસ સફળ રહ્યો છે. વસંત પંચમીના દિવસે શાળામાં STP વર્ગના મંગલાચરણ થશે.