સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ જે તૈયાર હતો, તેને લઈને હોસ્પિટલના સતાધીશોએ તૈયારીઓ કરી દીધી છે. કોરોનાની જ્યારથી શરૂઆત થઈ છે, ત્યારથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના માટેની અલગ કોવીડ હોસ્પિટલ ઊભી કરાઈ છે. આ કોવિડ હોસ્પિટલ હજુ અલગ જ વિભાગ રાખવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં કોરોનાના કેસો આવશે, તેના માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ખૂબ જ આયોજનબદ્ધ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.