Home » photogallery » junagadh » જૂનાગઢ: ST બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માત બાદ ભડભડ સળગી ઉઠ્યો ટ્રક

જૂનાગઢ: ST બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માત બાદ ભડભડ સળગી ઉઠ્યો ટ્રક

ST bus accident: અકસ્માતમાં ST બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અને ડ્રાઇવર સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વેરાવળ ખાસે ખસેડવામાં આવ્યા છે.

  • 18

    જૂનાગઢ: ST બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માત બાદ ભડભડ સળગી ઉઠ્યો ટ્રક

    અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં આજે અકસ્માત (Road Accidents)નો બનાવ બન્યો છે. આજે વહેલી સવારે ગડુ નજીક ટોરસ અને સરકારી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત (ST bus-Truck accident) સર્જાયો હતો. અકસ્માતમાં બંને વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ભડભડ સળગી ગયો હતો. બીજી તરફ એસટી બસ સાઈડમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં ST બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અને ડ્રાઇવર સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વેરાવળ (Veraval) ખાસે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. અહીં બાજુમાં જ એક ડાયવર્ઝન આવેલું છે, જેના કારણે પણ અકસ્માતો થતા હોવાનો દાવો કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 28

    જૂનાગઢ: ST બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માત બાદ ભડભડ સળગી ઉઠ્યો ટ્રક

    મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે સોમનાથથી કલોલ, મહેસાણા જતી ST બસ નંબર GJ.18.Z 5426 માળીયાહાટીના નજીક ગડુ (Gadu) પાસે પહોંચી ત્યારે સામેથી આવતા ટોરસ GJ.11.W.3581 સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક સળગી ગયો હતો અને બસ સાઈડમાં ઉતરી ગઈ હતી. આ સાથે જ બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. બસ સાઇડમાંથી ચીરાઈ ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 38

    જૂનાગઢ: ST બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માત બાદ ભડભડ સળગી ઉઠ્યો ટ્રક

    એસ.ટી બસમાં કુલ 21 મુસાફરો સવાર હતા. જેમાંથી છ મુસાફરો તેમજ ટ્રક અને બસના ડ્રાઇવર મળી આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે વેરાવળ ખસેડવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 48

    જૂનાગઢ: ST બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માત બાદ ભડભડ સળગી ઉઠ્યો ટ્રક

    નેશનલ હાઈવે પર જૂનાગઢથી સોમનાથ જતા બે ટોલ નાકા આવે છે. મોટી આવક હોવા છતાં ગડુ નજીક સિંગલ પટ્ટી રોડ તેમજ ડાયવર્ઝનનું કામ કેટલાય વર્ષોથી ચાલે છે. આ હાઈવે પર અકસ્માતો સર્જાય છે ત્યારે આવડી મોટી રકમ ઉઘરાવવા છતાં રોજનું તેમજ ડાયવર્ઝનનું કામ ક્યારે પૂર્ણ થશે તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.

    MORE
    GALLERIES

  • 58

    જૂનાગઢ: ST બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માત બાદ ભડભડ સળગી ઉઠ્યો ટ્રક

    હાલ જાણવા મળતી વિગતો મુજબ એસ.ટી. બસમાં સવાર આઠ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. હાલ જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.

    MORE
    GALLERIES

  • 68

    જૂનાગઢ: ST બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માત બાદ ભડભડ સળગી ઉઠ્યો ટ્રક

    રોડ પર આવેલા ડાયવર્ઝનને કારણે અનેક અકસ્માત થતા હોવાનો દાવો.

    MORE
    GALLERIES

  • 78

    જૂનાગઢ: ST બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માત બાદ ભડભડ સળગી ઉઠ્યો ટ્રક

    ટ્રક અને એસટીની ટક્કર એટલી જોરદાર હતી કે બસની એક બાજુનો ભાગ ચીરાઈ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 88

    જૂનાગઢ: ST બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માત બાદ ભડભડ સળગી ઉઠ્યો ટ્રક

    ટ્રક અને બસની ટક્કરથી એસ.ટી. બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. આ સાથે જ એસ.ટી. બસનું જમણું પડખું ચીરાઈ ગયું હતું.

    MORE
    GALLERIES