ધારીથી જૂનાગઢ જવા માટે રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ખૂબ ધસારો થઈ ગયો છે. ટ્રેનમાં અંદર જગ્યા ન મળતા પ્રવાસીઓ ડબ્બાની ઉપર સવાર થઈને જૂનાગઢ પહોંચી રહ્યા છે. નોંધનીય છે કે આવી રીતે મુસાફરી કરવાને કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે. એટલું જ નહીં ટ્રેન જ્યારે અંડરબ્રિજથી પસાર થાય છે ત્યારે પણ અકસ્માતનું જોખમ રહે છે. ટ્રેન ઉપરાંત ખાનગી વાહનોમાં પણ મુસાફરો જીવના જોખમે મુસાફરી કરીને જૂનાગઢ પહોંચી રહ્યા છે.