

CRPF Recruitment 2020: કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં હેડ કોન્સ્ટેબલ (જનરલ ડ્યૂટી)ના પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ભરતી પુરુષો અને મહિલાઓ બંને માટે છે. ધ્યાન રહે કે આ પદો પર ભરતી લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કૉમ્પિટિટિવ એક્ઝામ (LDCE) દ્વારા થશે. એટલે કે આ વેકેન્સી એ લોકો માટે છે જે સીઆરપીએફમાં કોન્સ્ટેબલના પદ પર કાર્યરત છે. આ ભરતી દ્વારા કુલ 1412 પદોને ભરવામાં આવશે. તેમાં પુરુષોના 1331 અને મહિલાઓના 81 પદ સામેલ છે.


યોગ્યતા : સીઆરપીએફમાં કોન્સ્ટેબલ પદ પર તૈનાત લોકો અરજી કરી શકે છે. ઉમેદવારે કોન્સ્ટેબલ પદ પર ઓછામાં ઓછા 4 વર્ષ સુધી કામ કરેલું હોવું જોઈએ. ઉમેદવાર ધોરણ-12 પાસ હોવો જોઈએ.


આ આધારે થશે પસંદગી : ઉમેદવારોની પસંદગી માટે લેખિત પરીક્ષા યોજાશે. ત્યારબાદ શારીરિક માપદંડ, શારીરિક દક્ષતા પરીક્ષા, મેડિકલ પરીક્ષા લેવાશે. આ તમામ ચરણો બાદ મેરિટ યાદીના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં લાવશે.


આવી રીતે કરો અરજી : ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઑફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારોએ પોતાના યૂનિટ/ઑફિસમાં એપ્લીકેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. એપ્લીકેશન ફોર્મ નોટિફિકેશનમાં જ આપવામાં આવ્યું છે.