

જિઓ તેનાં ગ્રાહકોને એવી ઘણી સુવિદાઓઆ આપે છે જેમ કે ફ્રી ડેટા હોય કે ફ્રી કોલિંગ હોય બધામાં તે નંબર વન છે. પણ હાલમાં જિઓને લઇને એક મામલો સામે આવ્યો છે. જિઓનાં નામ પર ઘણાં લોકોને મેસેજ ફોરવર્ડ કરવામાં આવી રહ્યાં છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમને ત્રણ મહિના માટે ફઅરીમાં દરરોજ 25GB ડેટા મળશે.


અમારી ટીમનાં એક સભ્યની પાસે પણ એક એવો મેસેજ આવ્યો હતો જેમાં લખ્યુ હતું કે, ''BREAKING NEWS!! રિલાયન્સ જિયો ત્રણ મહિના માટે દરરોજ 25GB ડેટા આપી રહ્યું છે. એપને તુરંત ડાઉનલોડ કરો અને ઓફરને એક્ટિવેટ કરાવવાં રજિસ્ટર કરાવો. આ સાથે જ એક લિંક પણ આપવામાં આવી છે.


મેસેજમાં આપેલી આ લિંક પર આપ જેમ ક્લિક કરો છો તો એક અલગ પેજ ઓપન થાય છે. જેમાં એક એપ apk એપને લિંક કરવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરતાં જ એપ ડાઉનલોડ થશે અને તે આપનાં ફોનની ઇન્ફોર્મેશન ચોરી શકે છે.


આ માટે જિઓનાં અધિકારી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આ લિંક ફર્જી છે. અને જિઓએ આવી કોઇ ઓફરની જાહેરાત કરી નથી. તેણે એમ પણ કહ્યું કે, ગ્રાહકોને આવી એપની છેતરામણી જાહેરાતમાં આવવું જોઇએ નહીં.