કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (tarak mehta ka ooltah chashmah) સીરીયલમાં બબીતાનું (Babita) પાત્ર ભજવતી મુનમુન દત્તા (munmun dutta) નામની અભિનેત્રી (Actress) સામે દલિત સમાજ અને વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને વાલ્મિકી સમાજ દ્વારા અભિનેત્રી સામે ગુનો નોંધવાની પણ માંગ કરવામાં આવી છે.
ત્યારે જામનગરમાં દલિત અને વાલ્મિકી સમાજ દ્વારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાનું કિરદાર નિભાવતી મુનમુન દત્તા દ્વારા જે શબ્દોનો પ્રયોગ કરાયો છે. જેને લઇને હળાહળ અપમાન થયા હોવાની લાગણી સાથે જિલ્લાાા કલેકટર કચેરીએ આ અભિનેત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરી એટ્રોસિટી એક્ટ મુજબ એફઆઈઆર દાખલ કરવા માગણી કરવામાં આવી છે.
મામલો સામે આવ્યો કે તરત જ મુનમુને સોશિયલ મીડિયા પર માફી માંગી. મુનમુને એક નોંધમાં લખ્યું, 'આ ગઈકાલે મેં પોસ્ટ કરેલા એક વીડિયોના સંદર્ભમાં છે. જ્યાં મેં વપરાયેલા કોઈ શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તે ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા, ધમકાવવા અથવા ઈજા પહોંચાડવાનો નહતો. મર્યાદિત ભાષાના જાણકારીને કારણે, હું તે શબ્દના અર્થ વિશે ખોટી માહિતી આપી હતી.'