કિંજલ કારસરીયા, જામનગર: ગુજરાતમાં (Gujarat rainfall forecast) વરસાદના વરતારા માટે અનેક પરંપરાઓ હોય છે. તેવી જ એક પરંપરા જામનગરમાં પણ વર્ષોથી કરવામાં આવે છે. આમરા ગામમાં વર્ષોની પરંપરા અનુસાર ભમરીયા કુવામાં રોટલા નાખી વરસાદનો વર્તારો નક્કી કરાય છે. પ્રથમ અષાઢી (Ashadhi Rain) સોમવારે આ વર્તારામાં નાત - જાતના લોકોની એકતાના દર્શન પણ થાય છે.
જામનગરના આમરા ગામે પહેલા અષાઢી સોમવારે જ રોટલાથી વરસાદનો વરતારો નક્કી કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષ સારું જશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. વર્ષો જૂની પરંપરા મુજબ ભમરીયા કુવામાં રોટલો નાખ્યો હતો. તે રોટલો ઉગમણી દિશામાં જ ગયો હતો જેને લઇને ગામના વડીલો અને સ્થાનિકોએ આ વર્ષ સારું થશે તેવો પરંપરાને આધારે વર્તારો આપ્યો હતો.
ત્યારથી આ પરંપરા શરૂ થઈ હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. જો પૂર્વ અને ઈશાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામલોકોને શ્રદ્ધા છે.ત્યારે આ વર્ષે ઉગમણી દિશામાં રોટલો જવાને લઈને વર્ષના અંતે સારો વરસાદ થશે તેવો આશાવાદ આમરા ગામના ગ્રામજનોએ વ્યક્ત કરવામાં આવ્યો છે.