જામનગર: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચમાં છ વિકેટે હરાવી દીધું છે. આ જીત સાથે જ તેણે ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમે સતત ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી છે. આ ખુશીના પ્રસંગે રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ ટીમ ઇન્ડિયા અને પતિ રવિન્દ્ર જાડજાને હાર્દિક શુભકામનાઓ આપીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રીવાબાએ જણાવ્યુ કે, રવિન્દ્ર જાડેજાએ કમબેક કર્યા બાદ જે યાદગાર પર્ફોમેન્સ આપ્યુ છે તેની પાછળ સખત મહેનત જવાબદાર છે. (સભાર- Rivaba Ravindrasinh jadeja ઇન્સ્ટાગ્રામ)
રીવાબાએ મીડિયા સાથેની વાતચીતમાં ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ કે, ટીમ ઇન્ડિયાએ ત્રણેવ ફોર્મેટમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે તે બદલ શુભકામનાઓ પાઠવુ છું. રવિન્દ્રસિંહે કમબેક કર્યા બાદ જે યાદગાર પર્ફોમેન્સ આપ્યું છે તેની પાછળ તેમની સખત મહેનત જવાબદાર છે. આ ખુશીની વાત છે. ક્રિકેટ ફેન્સ અને રવિન્દ્રસિંહને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છુ. (સભાર- Rivaba Ravindrasinh jadeja ઇન્સ્ટાગ્રામ)
નોંધનીય છે કે, લગભગ 5 મહિના પછી ક્રિકેટના મેદાનમાં પરત ફરેલા જાડેજાએ પોતાની શાનદાર બોલિંગથી કાંગારૂઓની બોલતી બંધ કરી દીધી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ચાલી રહેલી 4 મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં જાડેજાએ 10 વિકેટ લઈને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. (સભાર- Rivaba Ravindrasinh jadeja ઇન્સ્ટાગ્રામ)