કિંજલ કારસરીયા, જામનગર : જામનગરમાં (Jamnagar) બેડી મરીન પોલીસ સ્ટેશનનો (Bedi Marine Police Station) પોલીસ કોન્સ્ટેબલ (Police constable) લાંચ લેતા એસીબીના હાથે (ACB trap) ઝડપાઈ ગયો છે. જામનગરમાં એસીબીમાં જાગૃત નાગરીકે ફરિયાદ કરી હતી કે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ઘનશ્યામસિંહ ખુમાનસિંહ જાડેજાએ જામનગર બેડી બંદરના દરિયા કિનારે વિદેશથી વહાણમાં કોલસો આવે છે. તેમાંથી અનલોડિંગ થતા સમયે જે કોલસી દરિયાના પાણીમાં ઢોળાઈ જાય તે કચરો હોડીવાળા મજૂરો દ્વારા બહાર કાઢીને વેચતા હોય છે.
ગેરકાયદેસર હપ્તા પેટે રૂ.11000/- ની લાંચની માંગણી કરેલ હતી. જે ઈટના ભઠ્ઠા વાળાને કોલસીના કચરાની સપ્લાય કરતા ફરિયાદી કે, જે લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેની એસીબીને મળેલી ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં પોલીસકર્મીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ગેરકાયદેસર લાંચની માંગણી કરી લાંચનો સ્વીકાર કરતા જ લાંચરુશવત વિરોધી બ્યુરો ના હાથે ઝડપાઇ ગયા છે.