Kishor chudasama jamnagar: હાલ પશ્ચિમી દેશોની સંસ્કૃતિના રંગે રંગાયેલું યુવાધન જન્મદિવસ અને એનિવર્સરી સહિતના પ્રસંગની ભભકાદાર અને અર્થ વગરની ઉજવણી કરતા હોય છે ત્યારે જામનગર ખાતે રહેતા મેહુલભાઈ જોબનપુત્રાએ પોતાના પુત્ર 'નમન'ના પ્રથમ જન્મદિવસના અવસર પર તેમણે સમાજના 36 યુગલોના સમુહ લગ્નનું આયોજન કરી આનોખી ઉજવણી કરી છે સાથે જ અન્ય લોકોને પણ પરોપકારનો માર્ગ બતાવ્યો છે.