Kishor chudasama,Jamnagar: જામનગરમાં છેલ્લા 20 થી 22 વર્ષથી હેરિટેજ અને પર્યટન સ્થળોની ફોટોગ્રાફી કરતાકિશોર પીઠડીયાનું અતુલ્ય વારસો એવોર્ડ-2022 એનાયત કરી બહુમાન કરાયું છે. હિસ્ટોરિકલ એન્ડ કલ્ચર રિસર્ચ સેન્ટર દ્વારાઇતિહાસ, પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામ કરનારા પરંતુ બહુ ઓછા જાણીતા અને આ ક્ષેત્રોમાં પોતાનું જીવન અર્પણ કર્યું હોય તેવા લોકો માટે ગાંધીનગર ખાતે વારસો એવોર્ડ-2022 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રોના 86 કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાંથી જામનગર જિલ્લાના પાંચ કલા સાધકોને સન્માનિત કરાયા હતા.
ફોટોગ્રાફી પ્રત્યે કિશોરભાઈ પીઠડીયાનો લગાવ અદભુત છે જેના યશ પરિણામ સ્વરૂપે દરરોજના લગભગ 5 થી 10 ફોટાપાડવાએ તેમનો વર્ષોથી નિત્યક્રમ રહ્યો છે. ભાગ્યે જ જામનગરના અતુલ્ય વરસાની કોઈ એવી તસ્વીર હશે જે કિશોરભાઈ પીઠડીયાના કચકડે ન કંડારાઈ હોય! એક પણ રૂપિયાની આવક કે આશા વગર તેઓ વર્ષોથી પોતાના નિજાનંદ માટે ફોટોગ્રાફીકરી રહ્યા છે.
જામનગરમાં રહેતા કિશોર પીઠડીયા છેલ્લા 20 વર્ષથી હેરિટેજ અને પર્યટન સ્થળોની ફોટોગ્રાફી કરે છે. તેમને તસ્વીરોનામાધ્યમથી વારસાના જતન સંદર્ભે પસંદગી પામવા બદલ જાણીતા લેખત અને ચિંતક કિશોર મકવાણાના હસ્તે અતુલ્ય વારસોએવોર્ડ-2022 અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. વ્યવસાયે શિક્ષક પરંતુ ફોટોગ્રાફીમાં રસ ધરાવનાર કિશોરપીઠડીયાનું ગાંધીનગર ખાતે સન્માન કરવામાં આવ્યું હતી.