કિંજલ કારસરીયા, જામનગર: જામનગરના (Jamnagar) વિભાપરમાં બે મહિના પહેલા જ પરણેલી યુવતીએ (married woman) તેના જ સંબંધીના ઘરે અઠવાડિયું એક રોકાતા પ્રેમ સંબંધ (love relation) બંધાયા બાદ પ્રેમી સાથે ઝેરી દવા ગટગટાવી સજોડે (poison drunk) આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. જામનગરના (Jamnagar crime) રાજ પાર્ક પાછળ આવેલ વિભાપર ગામની સીમમાં અજાણ્યા યુવક અને યુવતીના સજોડે ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. જેથી તાત્કાલિક આ ઘટના અંગે વાળી માલિક સંજયભાઈ દોમડીયા એ બેડી મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેથી તાબડતોબ બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સી. એમ. કાંટેલિયા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી.
વિભાપરની સીમમાં બીડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કાફલા એ દોડી જઈને તપાસ આ શરૂ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમી પંખીડા એ દવા પીધી હોવાનું જણાયું હતું. પરંતુ મૃતક યુવક યુવતી નજીકથી એક પર્સ પોલીસને મળી આવ્યું હતું અને મોનોકોટો દવાની બોટલ પણ મળી આવી હતી. જેથી પોલીસે બંને મૃતદેહોને ઓળખવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા મૃતક યુવતી હેતલના બે મહિના પહેલા જ અરવિંદભાઈ ચૌહાણ નામના મહુવામાં રહેતા યુવક સાથે લગ્ન થયાનું સામે આવ્યું હતું.
પરણ્યાને થોડા દિવસો બાદ જ હેતલ તેના સંબંધી એવા વિનોદ સારીયા ને ત્યાં એકાદ અઠવાડિયું રોકાઈ હતી. અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હોવાનું મનાઈ રહ્યું છે. હેતલના તો લગ્ન થઈ ગયા હતા પરંતુ તેની નાની બહેનના લગ્ન વિનોદ સાથે કરવાની વાતચીત ચાલી રહી હતી. જેથી આ બંને વચ્ચેના પ્રેમને લઈને તેઓ એક નહીં થઈ શકે તેવી પરિસ્થિતિ જણાતા જામનગરના વિભાપરમાં આવેલી વાડીમાં જ પહોંચી ઝેરી મોનોકોટો દવા પી સજોડે આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે.
પરણીતા અને કુવારા યુવક વચ્ચેના પ્રેમ સંબંધો માં નાની બેન નું માગુ આવતા જ એક થઈ નહીં શકવાની બીકે પરણિત યુવતી અને કુવારા યુવકે સજોડે આપઘાત કરી લીધો છે અને આ ઘટનાને લઈને ત્રણ પરિવારને કાળી ટીલી લાગી છે. આજના આધુનિક યુગમાં પ્રેમ પ્રકરણ ના કરુણ અંજામો અનેક જિંદગીઓને વેરાન કરી નાખે છે ત્યારે બે મહિના પહેલા જ લગ્ન કરનાર યુવકનું ઘર સંસાર વિખાયો છે.