Sanjay Vaghela, Jamnagar: જામનગરમાં વિદ્યુત વિભાગને એક અનોખી વીજ ચોરી (Power theft) ની ઘટના મળી છે. જેમાં એક વ્યક્તિએ વીજ મીટર (Electricity meter) માં રજીસ્ટર લગાવીને વીજ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આજે વીજ વપરાશમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વીજ બિલના ભાવમાં વધારો થતા કેટલાક લોકો વીજ ચોરી કરી રહ્યા છે, ખાસ કરીને ઈલેકટ્રીક મીટરમાં છેડછાડ કરી વીજ ચોરી કરી રહ્યા છે. જો કે ઈલેકટ્રીક મીટરમાં ચોરી થઇ છે કે નહીંતે પકડી પાડવા માટે(Electrical department PGVCL) દ્વારા એક અલગથી જ લેબોરેટરી વિભાગની રચના કરવામાં આવી છે કેજ્યાં ઈલેકટ્રીક મીટરનું ઝીણવટથી પરીક્ષણ કરવામાં આવે છે અને તેમાં થયેલી છેડછાડપકડી પાડવામાં આવે છે. એટલું જ નહીં કોઈ ગ્રાહક ફરિયાદ કરે કે વપરાશના પ્રમાણમાં તેનું ઈલેકટ્રીક મીટર વધુ ગતિથી ફરે છે તો તેની પણ તપાસ આ લેબોરેટરીમાં કરવામાં આવે છે. ત્યારે આ મીટર ટેસ્ટીંગ લેબોરેટરી (Meter testing laboratory) કેવી રીતે કામ કરે છે. શું નિયમો છે, કેટલા પ્રકારની ચોરી થતી હોયછે વગેરે બાબતે આવો વિગતે જાણીએ.
કેવી છે આ લેબોરેટરી? - વીજ ચોરી અટકાવવા માટે વિવિધ વિદ્યુત કંપની દ્વારા લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ ડિજિટલ ઈલેકટ્રીક મીટર લગાવવામાં આવે છે. એટલું જ નહીં તેમાં એવો પણ દાવો કરવામાં આવે છે કે આ ડિજિટલ ઈલેકટ્રીક મીટરમાં છેડછાડ કરવી અશક્ય છે. જો કે કેટલાક ભેજાબાજ ગ્રાહકો દ્વારા આ મીટરમાં પણ છેડછાડ કરવામાં આવતીકાલે હોવાના અનેક કેસ સામે આવ્યા છે. ત્યારે આવા કેસ માટે દરેક જિલ્લામાં વિદ્યુત કચેરીમાં મીટર લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં જે કોઈ ગ્રાહક ફરિયાદ કરે કે વપરાશ ઓછો હોવા છતાં મીટર વધુ ફરે છે તો તેમનું મીટર અહીં ચેક કરવામાં આવે છે, આ સિવાય કોઈ વ્યક્તિ ઈલેકટ્રીક મીટરમાં છેડછાડ કરે અને વીજ ચોરી કરવાનો પ્રયાસ કરે તો તેનું મીટર પણ ચેકીંગ માટે અહીં લાવવામાં આવડે છે.
મીટર ચેકીંગ કેવી રીતે થાય? - દરેક જિલ્લામાં મીટર ચેક કરવા માટેની લેબોરેટરી વિભાગ બનાવવામાં આવ્યો છે. આ લેબોરેટરી વિભાગમાં તાલીમબદ્ધ કર્મચારીઓ વિવિધ પ્રકારે મીટરનું ચેકીંગ કરે છે, જેમ કે મીટરમાં થ્રી ફેસ, સિંગલ ફેસ ફેસ કનેકશન લગાવવામાં આવે છે. ત્યારબાદ લેબોરેટરીમાં ઇન્ડિયન લેવલે માન્યતા પ્રાપ્ત રેફરન્સ એક્યુચેક મીટર હોઈ છે. જેની સાથે ગ્રાહકનું ઇલેક્ટ્રિક મીટર જોડવામાં આવે છે. રેફરન્સ એક્યુચેક મીટર અને ગ્રાહકનું ઈલેકટ્રીક મીટરમાં રીડિંગ એક સરખા આવે તો મીટર ઓકે છે, જો રીડિંગમાં ફેરફાર આવે તો મીટર ફોલ્ટી હોવાનું જાહેર કરવામાં આવે છે.
ગ્રાહકોની સામે થાય છે મીટર ચેક! - વિદ્યુત વિભાગ દ્વારા મીટર ચેકીંગ કરવાની તમામ પદ્ધતિ ગ્રાહકોની સામે જ થાય છે. જેમ કે ગ્રાહકના ઘરેથી મીટર કાઢવાથી લઈને લેબોરેટરી સુધી પહોંચાડવા સુધીનો વીડિઓ રેકોર્ડિંગ કરવામાં આવે છે. એટલું જ નહીં મીટર પેક કરવામાં આવે ત્યારે ગ્રાહકની સહી લેવામાં આવે છે અને જયારે ચેકીંગ માટે મીટર ગ્રાહકની હાજરીમાં તેની સહી લીધા પછી જ ખોલવામાં આવે છે. એટલે સમગ્ર પ્રક્રિયા પારદર્શક હોયછે એટલે ગ્રાહકને કોઈ નુકશાન અથવા ખોટું થવાની તક ન રહે.