કિંજલ કારસરીયા, જામનગર: શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે સ્વાદ પ્રેમીઓના મોઢામાં પાણી આવી જાય તે પ્રકારનો જામનગરમાં જોડિયા પંથકમાં ઘુટો બની રહ્યો છે. આ ગુટાની વિશેષતા એ છે કે, કોઈપણ જાતના તેલ કે મરી મસાલા વગર આરોગ્યપ્રદ ટોનિક પ્રકારે પણ આ ઘુટો લઈ શકાય છે. 32 જાતના ભોજનને ભુલાવતો 32 જાતના શાકભાજી અને ફળ ફ્રૂટ સાથે બનતો ધુટો ખાવો પણ અનેરો લહાવો છે.