Home » photogallery » jamnagar » જામનગર: ભારે વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતે 10 વિઘાનો મગફળીનો પાક સળગાવી દીધો

જામનગર: ભારે વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતે 10 વિઘાનો મગફળીનો પાક સળગાવી દીધો

ખેડૂતે10 વિધા જમીનમાં વાવેલો પાક વધુ પડતા વરસાદને લીધે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. જે બાદમાં ખેડૂતે હતાશ થઈને તેનો આખા ખેતરમાં રહેલો પાક જાતે જ સળગાવી નાખ્યો છે.

विज्ञापन

  • 15

    જામનગર: ભારે વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતે 10 વિઘાનો મગફળીનો પાક સળગાવી દીધો

    કિંજલ કારસરીયા, જામનગર: આ વર્ષે મેઘરાજા જરૂર કરતા વધારે વરસી ગયા છે. તેમાં પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ કારણે જમીનનું ધોવાણ તો થયું જ હતું પરંતુ પાક પણ બળી ગયો હતો. તો મગફળીના પાકને જરૂર કરતા વધારે વરસાદ પડી જતાં ખેડૂતોને ઉતારો મળ્યો ન હતો. આ કારણે અનેક ખેડૂતોએ પોતાનો ઊભો પાક સળગાવી દીધો છે. તાજેતરનો આવો મામલો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સામે આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    જામનગર: ભારે વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતે 10 વિઘાનો મગફળીનો પાક સળગાવી દીધો

    જામનગર જિલ્લાના કાલાવડના બાંગા ગામે ખેડૂતે મગફળીનો પાક સળગાવી દીધી છે. ખેડૂતે10 વિધા જમીનમાં વાવેલો પાક વધુ પડતા વરસાદને લીધે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. જે બાદમાં ખેડૂતે હતાશ થઈને તેનો આખા ખેતરમાં રહેલો પાક જાતે જ સળગાવી નાખ્યો છે. ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે સરકાર તેમનો કોઈ સહાય કરે.

    MORE
    GALLERIES

  • 35

    જામનગર: ભારે વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતે 10 વિઘાનો મગફળીનો પાક સળગાવી દીધો

    ઉલ્લેખનીય છે કે હાલ સરકાર દ્વારા મગફળીમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. પરંતુ આ ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કાલાવડના કૉંગ્રેસના ધારાસભ્ય દ્વારા તાજેતરમાં જ લગાવવામાં આવ્યા હતા. કાલાવાડ ખાતેના માર્કેટ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવે ગેરરીતિ થઈ રહી છે, તેવા આક્ષેપ સાથે ધારાસભ્ય પ્રવીણ મૂછડિયાએ કહ્યુ હતું કે, "સરકારે છૂટ આપી હોવા છતાં પણ નાફેડના કર્મચારીઓ અને મજૂરો તરફથી ખેડૂતો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યાં છે."

    MORE
    GALLERIES

  • 45

    જામનગર: ભારે વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતે 10 વિઘાનો મગફળીનો પાક સળગાવી દીધો

    આ વિવાદ ચાલી જ રહ્યો છે ત્યારે હવે કાલાવડના જ બાંગા ગામ ખાતે એક ખેડૂતે પોતાના જ ખેતરમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં સળગાવી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક જગ્યાએ ખેડૂતોએ ફરીથી વાવણી કરવાની ફરજ પડી હતી. જે બાદમાં પાક તૈયાર થઈ ગયો ત્યારે પણ પૂર જેવી સ્થિતિ સર્જાતા થતાં પાક બળી ગયો હતો.

    MORE
    GALLERIES

  • 55

    જામનગર: ભારે વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતે 10 વિઘાનો મગફળીનો પાક સળગાવી દીધો

    ખેેડૂતે 10 વિઘાનો પાક સળગાવી દીધો.

    MORE
    GALLERIES