Kishor chudasama, jamnagar: જામનગરના લોઠીયા ગામમાં રહેતા ચરણજિતસિંહ મેહડું નામનો યુવાનનો અશ્વપ્રેમ અનોખો છે. તેમના વજાપર સ્ટેટફાર્મ ખાતે 10 થી 12 જેટલા ઘોડાઓ ઘોડીઓ છે. તેમની સરસંભાળ માટે તેઓએ પોતાના ફાર્મ પર બે યુવાનોને રાખ્યા છે. જે સેવામાં ખડેપગે રહે છે. મૂળ એમ્રી પાવડરના મુન્યુફેક્ચરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા ચરણજિતસિંહ મહેડું છેલ્લા 12 વર્ષથી બ્રિડિંગ કરાવે છે.