સામાન્ય રીતે પુરુષો ખેતી ક્ષેત્રમાં વધુ જોવા મળતા હોઈ છે પરંતુ પાયલબેન જેવા ઉદ્ધમી મહિલાઓ પણ આજે ખેતીમાં આગળ વધી રહ્યા છે. શરૂઆતમાં પાયલબેનને અમેરિકન સુપરફૂડની ખેતી કરવામાં અનેક મુશ્કેલીઓ પડી હતી તેમ છતાં તેઓએ હાર ન માની અને સતત આ દિશામાં પ્રયત્નશીલ રહ્યા, અંતે ત્રણ વર્ષબાદ પાયલબેનની મહેનત રંગ લાવી અને 100 ટકા સફળતા હાથ લાગી.
જો કે ત્રણ વર્ષ બાદ પાકમાં 100 ટકા સફળતા મળી. પાયલબેનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકળાયેલી છું. ત્યાંથી નવા રોપ વિષે જાણકારી મળી હતી. જે બાદ પરંપરાગત ખેતી સાથે રાગી,કસાવા, કીનોવા જેવા પાકનું વાવેતર અખતરા રૂપી કરું છું. કિનોવાએ અમેરિકાનો પાક છે અને તે અમેરિકાનું સુપરફૂડ છે.