'જો આવો મેડમ મેળવવો હોય તો તારે કરાટે રમવું જોઈશે અને મહેનત કરવી પડશે'. બસ પરિવારજનોની આ શીખ બાદ માત્ર 4 વર્ષના શિવાક્ષએ કરાટેની શરૂઆત કરી હતી. જેમાં ખંતપૂર્વક જહેમત બાદ અનેક સ્પર્ધામાં મેડલ મલ્યા છે જેમાં 4 ગોલ્ડ મેડલ અને 2 અન્ય મેડલ સહિત 6 મેડલનો સમાવેશ થાય છે. અભ્યાસ સાથે શિવાક્ષ ઠાકર કરાટે ક્લાસિસમાં કરાટે શીખવા જાય છે. ત્યારબાદ ઘરે આવીને પણ તે પ્રેક્ટિસ કરે છે.