હાલ એક બાજુ ખેતરોમાં શિયાળુ પાકના વાવેતર બાદ હાલ પિયતની સઝન ચાલુ છે ત્યારે જેથી ખેડૂતો ખેતરોમાં પાણી વાળતાંની સાથે ઘુટા પાર્ટી કરી રહ્યા છે. ઉપરાંત રાજકીય આગેવાનો અને સોસાયટીના આગેવાનો દ્વારા પણ હાલ ‘ઘૂંટા પાર્ટી‘ કરાઈ રહી હોવાથી ઘૂંટાની સિઝનલ હાટડીઓ ખૂલવા માંડી છે. વેપારના વિકાસ માટે પણ ધંધાર્થીઓ 'ગેટ ટુ ગેધર' યોજી ઘૂંટો પીરસી રહ્યાછે.
જેમ જેમ શિયાળાની હાડ થીજવતી ઠંડીનું આગમન થઇ રહ્યું છે તેમ તેમ શિયાળા નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘૂંટા પાર્ટીના આયોજનો શરૂ થયા છે. જેમાં ગાજર, મરચાં, કેબી, રીંગણા, બટાટા સહિતના શાકભાજી અને મગ, મઠ, ચણા દાળ સહિત 50 જેટલી વસ્તુઓને દેશી ચૂલા પર બાફવામાં આવે છે. પ્રથમ દાળ અને ત્યારબાદ કંદમૂળ અને છેલ્લે લીલા શાકભાજી બાફવામાં આવે છે.,