કોરોના ની બીજી લહેર શાંત પડી છે. અને ત્રીજી લહેરના ભણકારા વચ્ચે હાલ નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં છેલ્લા ૬૧ વર્ષથી લીમડા લાઈન વિસ્તારમાં ચાલતી 'શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળ'માં યોજાતો દેવી-દેવતાઓનો વેશભૂષા રાસ પ્રખ્યાત છે. અને આ ગરબી મંડળ દ્વારા કોરોનાવાયરસ થી બચવા માટે લોકો વેક્સિન લઈને સુરક્ષિત થાય તે માટે અનોખી પહેલ કરી છે.