આજે પણ અહીં હનુમાનદાદાની પ્રાર્થના બાદ કસરતનો પ્રારંભ કરવામાં આવે છે અને દિગ્વિજય વ્યાયામ મંદિર તરીકે ઓળખાતો આ અખાડો શહેરના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં આવેલો છે. જેનું વિશ્વનાથ વ્યાયમ પ્રચારક મંડળ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેના નેજા હેઠળ અહીં ભૂતકાળમાં ઘોડે સવારી, તળાવમાં બોટિંગ સહિતની પ્રવૃતિઓ થતી હતી.