ભારે પવનને કારણે ગરમીમાં લોકોને આંશિક રાહત તો મળી છે, પરંતુ પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, સાથે સાથે કેટલાક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, પશ્ચિમ દિશા તરફના પવનને કારણે ધીમે ધીમે હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે.
જામનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવેલા આંકડા મુજબ, લઘુતમ તાપમાન 28.7, મહત્તમ તાપમાન 39.1, હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની ગતિ 10ની આસપાસ રહેવાની સંભાવના છે. જો કે હાલારવાસીઓને 30થી વધુ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં જામનગરના વાતાવરણમાં મોટો ફેરફાર દેખાઇ શકે છે.