આપને જણાવી દઇએ કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સ્ટાર ધનશાયમ નાયક એટલે કે નટુ કાકા એક મોટી સર્જરી કરાવી છે. તેમણે થોડા સમય પહેલાં જ ગળાનું ઓપરેશન કરાવ્યું છે જેમાંથી આઠ ગાંઠ નીકળી છે. નટુ કાાકની તબિયત છેલ્લા થોડા સમયથી ખરાબ હતી. જે બાદ ડોક્ટર્સને બતાવતા માલૂમ પડ્યું હતું કે, તેમનાં ગળામાં ગાંઠ થઇ ગઇ છે જેની સર્જરી કરાવવી પડશે. જે બાદ ધનશ્યામ નાયકજીને મુંબઇની સૂચક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સર્જરી થઇ હતી