

જાંબુમાં કેરોટીન , આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં આવેલું હોય છે. તેમજ જાંબુ માં એન્ટિ ઓક્સિડેન્ટનું પ્રમાણ વધુ હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીર માં સુગર લેવલ ઓછું કરે છે. તો ચાલો બહાર મોંઘા ભાવમાં જે જાંબુ શૉટ્સ પીવો છો તે કેટલી સરળતા ઘરે જ બની જાય છે.. ચાલો શીખી લો તમે પણ...


જાંબુ શૉટ્સ માટેની સામગ્રી:- 500 ગ્રામ જાંબુ, 1 ગ્લાસ ઠંડુ પાણી 2 ચમચી દળેલી ખાંડ 1/2 લીંબુનો રસ


જાંબુ શૉટ્સ બનાવવાની રીત:- સૌ પ્રથમ જાંબુને પાણીથી સરખી રીતે ધોઈને સાફ કરી લો. પછી ચપ્પુની મદદથી જાંબુના ઠળીયા કાઢી લઈ આ જાંબુને એકટાઈટ ડબ્બામાં ભરીને 7-8 કલાક ફ્રીઝરમાં મૂકી દો.


- જાંબુ શૉટ્સમાં જે જાંબુ વપરાય છે એ ફ્રોઝન કરેલા જ જાંબુ હોય છે કેમકે એ બનાવતી વખતે બરફ વપરાતો નથી અને શૉટ્સ ઠંડા જ સારા લાગે છે. હવે જેટલા જાંબુ જોઈએ એટલા જાંબુ કાઢીને બાકીના ફ્રીઝર માં મૂકી પાછા દો. પઠી મિક્સર જારમાં જાંબુ લઈ તેમાં ખાંડ, લીંબુ નો રસ અને એક ગ્લાસ ઠંડું ઉમેરી બધું બરાબર ક્રશ કરી લો.


- હવે જે ગ્લાસમાં સર્વ કરવાનું હોય તે ગ્લાસ લઈ તેની કિનારી ને પાણીમાં ડીપ કરો અને પછી પ્લેટ માં મીઠું પાથરી તેના પર ઊંધો ગ્લાસ કરી ને તેની કિનારી મુકો. ( તેને રિમ્ કરેયું કહેવાય). જેથી ગ્લાસની કિનારીએ મીઠું જામી જશે. હવે ધીરે ધીરે ગ્લાસમાં જાંબુ નું મિશ્રણ ઉમેરી ઠંડુ જ સર્વ કરો. ગ્લાસમી કિનારીએ મીઠું લગાવેલું હોવાથી દરેક ઘૂટડામાં તેનો સરસ સોલ્ટેડ ટેસ્ટ આવે છે.