

ઇટાલીનું એક ગામ ત્યા રહેનારા લોકોને મફતમાં ઘર અને 10000 યુરો (એટલે કે લગભગ આઠ લાખ રુપિયા આપવાની ઓફર કરે છે. આ ઓફર ખાસ કરીને યુવાન પરિવાર માટે છે. ગામ કહે છે કે નવા લોકો આવે. આ ગામમાં તેના સમુદાયનો ભાગ બને. આ ગામમાં ખૂબસુરત પહાડ છે, જ્યાં સુંદર જૂની ઇમારતો બનાવવામાં આવી છે. ત્યાં હરિયાળી અને લાંબા વિશાળ ખેતરો પણ છે.


આ ગામ ઉત્તરીય ઇટાલીના પીડમોન્ટ પ્રદેશમાં લોકાના જિલ્લામાં છે. આ જિલ્લાના અનેક ગામડાઓ નિષ્ક્રિય પડ્યા છે, વસ્તીમાં ઘટાડો થયો છે. મોટા ભાગના સિનિયર જ રહે છે. તેથી ગામમાં કેટલાક યુવાન લોકો આવે અને તેની સાથે આવીને રહે. આ ગામ ઇટાલીનું મુખ્ય શહેર તુરિનથી 45 કિલોમીટર દૂર છે. જો તમે આ ગામની તસવીરો જોશો, તો તમે તેની સુંદરતાથી પ્રભાવિત થશો.


શરૂઆતમાં આ ગામમાં સ્થાયી થવાની યોજના ફક્ત ઇટાલીમાં રહેતા લોકો માટે જ ખુલી હતી, પરંતુ તે હવે મ્યુનિસિપાલિટીએ વધારો કર્યો. હવે તેને વિસ્તૃત કરી છે અને તેને વિશ્વના લોકો માટે ખુલ્લી કરી છે.


ત્યાના મેયર ગીવોની બ્રુનો કહે છે કે જે મજૂરો હોય તેવા લોકો આવે અને પોતાનો વ્યવસાય શરૂ કરે. ખાસ કરીને દુકાનો, બાર અને રેસ્ટોરાં શરૂ કરી શકો છે.


આ ગામમાં 1900ની શરૂઆતમાં 7000 લોકો રહેતા હતા, પરંતુ હવે વસ્તીમાં માત્ર અડધા હજાર લોકો જ બાકી રહ્યા છે, કારણ કે લોકો નોકરીની શોધમાં નજીકના શહેર તુરિન ચાલ્યા ગયા છે. જો દર વર્ષે 40 લોકો મૃત્યુ પામે છે, તો તેની સામે માત્ર 10 બાળકો જન્મે છે.


ઇટાલીના એક ગામ ત્યા રહેનારા લોકોને 10000 યુરો એટલે કે લગભગ આઠ લાખ રુપિયા આપવાની ઓફર કરે છે. આ ઓફર ખાસ કરીને યુવાન પરિવાર માટે છે.