ઓપરેશન જીપીએસ : ભારતની અંતરીક્ષમાં ઐતિહાસિક સફળતા
17 વર્ષની મહેનતની બાદ ભારતીય વૈજ્ઞાનિકોએ છેવટે સ્વદેશી જીપીએસ સેટેલાઇટ લોન્ચ કરી આજે અમેરિકાને જોરદાર લપડાક આપી છે. ભારતે આજે અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક હરણફાળ ભરી છે. આજે શ્રી હરિકોટોથી સફળતાપૂર્વક સ્વદેશી GPS લોન્ચ કરાયો. પીએસએલવી-સી33થી આ લોન્ચ કરાયો. આ સાથે અમેરિકા અને રશિયાની લાઇનમાં આવી ગયું છે.
1/ 6


ભારતે આજે અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક હરણફાળ ભરી છે. ભારતે સ્વદેશી બનાવટના જીપીએસ સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કરીને વિશ્વમાં પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે.
2/ 6


કારગિલ યુધ્ધ વખતે ભારત પાસે જીપીએસ આધારિત ટેકેનોલોજી ના હોવાને લીધે યુધ્ધમાં કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આ સમયે ભારતે અમેરિકા પાસે મદદ પણ માંગી હતી. જોકે અમેરિકાએ મદદનો ઇન્કાર કર્યો હતો.
3/ 6


બસ, ત્યારે ભારતીય સેનાએ યુધ્ધના મેદાનમાં દુશ્મનો સામે સીધી લડત કરી હતી તો બીજી તરફ ભારતીય વૈજ્ઞાનિકોએ ટેકનોલોજી માટે જંગ છેડ્યો હતો.
4/ 6


ભારતીય સેનાને મહામુસીબતે ઓપરેશન વિજય પાર પાડ્યું તો વૈજ્ઞાનિકોએ પણ ઓપરેશન જીપીએસ સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યું છે.
5/ 6


છેલ્લા 17 વર્ષની આકરી મહેનત બાદ ભારતીય વૈજ્ઞાનિકોએ જીપીએસ સિસ્ટમમાં સફળતા મેળવી અમેરિકાને પણ ચોંકાવી દીધું છે.