IPL 2022 CSK vs KKR: આજથી ક્રિકેટના મેગા ઈવેન્ટ આઈપીએલ 2022 (IPL 2022)નો ધમાકેદાર પ્રારંભ થવા માટે જઈ રહ્યો છે. આઈપીએલના આ મહાકુંભમાં 10 ટીમો વચ્ચે 58 દિવસમાં 70 મેચ રમાશે (IPL 2022 Schedule). આજે આઈપીએલ 2022ની પહેલી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઈટરાઈડર્સ વચ્ચે રમાશે (CSK vs KKR) આ મેચનું પ્રસારણ સાંજે 7.30 કલાકથી ડિઝની પ્લસ હોટસ્ટાર અને સ્ટારસ્પોર્ટ્સ નેટવર્ક પર નિહાળી શકાશે. આઈપીએલની આ બંને ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં આવી રહી છે ત્યારે સૌની નજરે આ ખેલાડીઓ પર રહેશે. ચેન્નાઈ સુપરકિંગ્સના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા (Ravindra Jaadeja) અને કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ ઐયર (Shreyas Iyer) પર સૌની નજર રહેશે.