ભારતીય ટીમના યુવા બેટ્સમેન પૃથ્વી શોએ 9 નવેમ્બરના રોજ તેમનો 21મો જન્મદિવસ ઉજવ્યો. શો હાલ તો તેમનું પૂરું ધ્યાન આઇપીએલમાં લગાડી રહ્યા છે. અને હાલ યુએઇમાં આઇપીએલ ચાલી રહી છે. ત્યારે ભારતથી દૂર હોવા છતાં શોએ સરસ રીતે તેમના બર્થ ડે ઉજવણી કરી. સાથે જ સોશિયલ મીડિયામાં તેની ખાસ ફ્રેન્ડે તેન ખાસ રીતે વિષે કર્યું. (Instagram)
આ પહેલા પણ પ્રાચી અનેકવાર શોની તસવીરો પર કૉમેન્ટ કરતી નજરે પડે છે. આ કારણ જ બંનેના અફેરની ચર્ચાઓ શરૂ થઇ હતી. પૃથ્વી શો આમ તો સારા બેટ્સમેન છે. અને સચિન તેડુંલકરથી લઇને અનેક દિગ્ગજ ક્રિકેટ સ્ટાર તેમની બેટિંગના ફેન છે. પણ પૃથ્વી શો માટે આ આઇપીએલ ખાસ સાબિત ના રહી અને તેમણે ક્વાલિફાયરથી બહાર કરી દેવામાં આવ્યા. ફોટો-BCCI/IPL
પ્રાચી સિંહ વિષે તમને જણાવી દઇએ તો તે ટીવીની ઉભરતી એક્ટ્રેસ છે. જે કલર્સ ટીવીની ફેમસ સીરિયલ ઉડાન સપનો કીમાં નજર આવી ચૂકી છે. આ સિરીયલમાં પ્રાચી સમીરની બહેનનો રોલ નિભાવી રહી છે. એક્ટ્રેસની સાથે જ પ્રાચી સિંહ એક અદ્ધભૂત ડાન્સર પણ છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટ અને બોલિવૂડનો જૂનો સંબંધ છે. બોલિવૂડની અનેક જાણીતી અભિનેત્રીઓ અનેક જાણીતા ક્રિકેટરની ગર્લફ્રેન્ડ બની ચૂકી છે. એટલું જ નહીં ભારતીય ક્રિકેટટીમના કેપ્ટન વિરોટ કહોલીની પત્ની અનુષ્કા શર્મા પણ બોલિવૂડથી આવે છે. ત્યારે હવે પૃથ્વી શો અને આ અભિનેત્રી વચ્ચે ખરેખરમાં કંઇ ઇલુ ઇલુ ચાલી રહ્યું છે કે પછી આ વાત ખાલી ભ્રમણો છે તે તો હવે આવનારા સમય જ કહેશે. (Instagram)