ગણતરીની ક્ષણોમાં અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વચ્ચે IPL 2022 ની ફાઇનલ મેચ રમાવા જઇ રહી છે. ત્યારે સ્ટેડિયમની બહાર મેચ જોવા આવેલા દર્શકોને ભારે ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન સાબરમતિથી લઇ સ્ટેડિયમ સુધી દર્શકોનું કિડિયારૂં ઉભરાયું હોય તેમ રસ્તા પર ચાલવાની જગ્યા પણ નથી.