

મહેન્દ્રસિંહ ધોની આઈીપીએલનો એકલો સુપર કેપ્ટન છે. સુપર કેપ્ટનનો મતલબ એ છે કે કેપ્ટનના રુપમાં તેની ખાસિયત બીજા કેપ્ટનો કરતા ઘણી આગળ છે. જેટલી વખત તેણે ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમને આઈપીએલના પ્લેઓફ અને ફાઇનલમાં પહોંચાડી છે તે એક રેકોર્ડ જ છે. આ વખતે લોકો તેની ટીમને ઘરડી ટીમ ગણાવી રહ્યા છે. જોકે તેની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે અને આ સિઝનમાં 9 મેચમાંથી 7 મેચ જીતી ચૂકી છે. જેમાં એક મેચ તેની ટીમ ત્યારે હારી જ્યારે તે ઈજાના કારણે રમી શક્યો ન હતો.


ધોની 37 વર્ષનો છે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ છોડ્યાને ત્રણ વર્ષ થઈ ગયા છે.આમ છતા આઈપીએલમાં દમદાર કેપ્ટનના રુપમાં તેનો જાદુ યથાવત્ છે. એમ પણ કહેવાય છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ઘણો મદદ કરે છે. ધોની સફળ અને થિંકર કેપ્ટનના રુપમાં તે બીજા કરતા ઘણો આગળ છે. તેની કેપ્ટનશિપમાં જે ખાસ વાત એ છે કે તે એકદમ કૂલ છે. ખેલાડીઓ સાથે ભાગ્યે જ ખરાબ રીતે વર્તુણક કરે છે. ધોનીની ખાસિયતો,જેણે તેને સુપર કેપ્ટન બનાવી દીધો છે.


કૂલ અને પોઝીટિવ - તેની બધી મેચો પર નજર કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ છે કે તે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો હોય કે ચેન્નાઈની દરેક પરિસ્થિતિમાં તેની ટીમની જીતની ટકાવારી વધારે રહે છે. તે એકદમ કૂલ રહે છે. જોકે આઈપીએલની આ સિઝનમાં એક-બે વખત ગુસ્સે થતો જોવા મળ્યો હતો. તે આખરી આવરોમાં જે રણનીતિ લઈને ચાલે છે, તેનાથી લાગે છે કે તેની સફળતામાં મોટો ફાળો કૂલ અંદાજનો છે.


પ્રતિભાઓને બહાર લાવે છે - ધોની એવો ખેલાડી છે જે પ્રતિભાઓને બહાર લાવે છે, તે નવા ખેલાડીઓ ઉપર વિશ્વાસ રાખે છે અને તેનામાં આત્મવિશ્વાસ ઉભો કરે છે. વિકેટકીપર તરીકે તે તરત સમજી જાય છે કે તેના બોલરમાં ક્યાં સુધારો કરવાની જરુર છે.


વિકેટ પાછળ રહેવું વરદાન બની ગયું - એક વિકેટકીપર હોવું તેના માટે વરદાન બની ગયું છે. આ જ કારણ કે સુપર કેપ્ટન બની ગયો છે. કારણ કે આ તે પોઝિશન છે જ્યાંથી બોલર્સને ઉપયોગી ટિપ્સ આપવાની કે ખાસ રણનીતિથી બોલિંગ કરવાની વાત કહેવાની સ્થિતિમાં હોય છે. આ આઈપીએલની ટીમોમાં તે એકલો કેપ્ટન છે. જે વિકેટકીપર છે, જેનો ફાયદો તેની મળી રહ્યો છે.


ખેલાડીઓને સન્માન આપનાર કેપ્ટન - ધોની બધા ખેલાડીઓ સાથે સારી રીતે જ વ્યવહાર કરે છે. જેના કારણે તેની ટીમ મેદાન ઉપર રિલેક્સ જોવા મળે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વિશે કહેવાય છે કે તે ટીમ સૌથી શાંત ટીમોમાંથી એક છે. જોકે શાંતિનો મતલબ એ નથી કે તમે આક્રમક રમી ના શકો.


હંમેશા શીખે છે - તેમાં કોઈ શંકા નથી કે તેનો પ્રયત્ન હંમેશા કશુંક નવું કરવાનું અને નવું શીખવાનું હોય છે.મહેનત તેનો મૂળમંત્ર છે. તેની આ જ પ્રવૃત્તિ તેની ટીમને આમ કરવાની પ્રેરણા આપે છે.


સટીક નિર્ણય લેવામાં કોઈ આસપાસ પણ નથી - આઈપીએલમાં ક્યારે અને ક્યાં ડીઆરએસ લેવો તે મુશ્કેલ કામ છે. તે એ વાત ઉપર નિર્ભર છે કે તમારો જજમેન્ટ પાવર કેવો છે. ધોની ડીઆરએસ લેવાના નિર્ણયમાં 100 ટકા સાચો પડે છે. જેથી મજાકમાં લોકો ડીઆરએસને ડિસિઝન રિવ્યૂ સિસ્ટમના બદલે ધોની રિવ્યૂ સિસ્ટમ કહેવા લાગ્યા છે. તે રણનીતિ અને નિર્ણયો લેવાના મામલે અન્ય કેપ્ટનો કરતા ઘણો આગળ છે.