આઇપીએલના આ રેકોર્ડને જોઇને શરમ અનુભવે છે બેસ્ટમેન
આઇપીએલનો આ રેકોર્ડ બેસ્ટમેનોને શર્મિંદા કરે છે. સામાન્ય રીતે ટી-20માં દરેક બેસ્ટમેન રનોનો ઢગલો કરવા માગે છે, પરંતુ ઘણી વખત વધુ ઝડપથી રન બનાવવાના ચક્કરમાં તે ખાતું પણ ખોલી શકતાં નથી. ચાલો જોઇએ, તે 10 ખેલાડીઓ અંગે જે સૌથી વધુ વખત આઇપીએલમાં ઝીરો પર આઉટ થયા છે.


નંબર 10: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર આ લિસ્ટમાં 10માં સ્થાને છે. તે આઇપીએલમાં અત્યાર સુધી 119 મેચમાં 9 વખત 0 પર આઉટ થયો છે.


નંબર 8: લાંબા સમય સુધી રાજસ્થાન રોયલ્સ માટે રમનારો અજિંક્ય રહાણે પણ અત્યાર સુધી 126 મેચોમાં 10 વખત ખાતું ખોલ્યા વગર આઉટ થયો છે.


નંબર 7: ત્રણ વખત હેટ્રિક લેનારા અમિત મિશ્રાના નામે પણ આ શર્મનાક રેકોર્ડ છે. તે અત્યાર સુધી 136 મેચોમાં 10 વખત 0 પર આઉટ થયો છે.


નંબર 6: વનડે અને ટી-20 ફોર્મેટમાં ઘાતક બેસ્ટમેન રોહિત શર્મા પણ આઇપીએલમાં અત્યાર સુધી 173 મેચોમાં 12 વખત 0 રને આઉટ થયો છે.


નંબર 3: ટીમ ઇન્ડિયામાં કિસ્મત અજમાવનારા મનીષ પાંડેના નામે પણ આ રેકોર્ડ છે. 118 મેચમાં તે 12 વખત ખાતું ખોલ્યા વગર આઉટ થયો છે.


નંબર 2: સૌથી વધુ 0 પર આઉટ થનારા બેસ્ટમેનમાં પીયુષ ચાવલા પણ સામેલ છે. ચાવલા 144 મેચોમાં 12 વખત 0 પર આઉટ થયો છે.