

IPL 11માં કિંગ્સ ઈલેવન પંજાબનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. આ શાનદાર પ્રદર્શનનો સ્રેય જો કોઈને આપવો હોય તો, તે છે ટીમના ઓપનર ક્રિસ ગેઈલ અને કેએલ રાહુલને. જીહાં, આ જોડીએ હાલની સિઝનમાં અત્યાર સુધીમાં પાંચ વખત પારીની શરૂઆત કરી છે અને ગજબનો રેકોર્ડ નોંધાવ્યો છે.


IPL 11માં પહેલાવાર આ જોડી ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરી હતી અને પહેલી વિકેટ માટે 96 રન જોડ્યા હતા. ક્રિશ ગેઈલે 63 અને કેએલ રાહુલે 37 રનની શાનદાર પારી રમી હતી.


સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ બંને વચ્ચે પહેલી વિકેટ માટે 53 રનની ભાગીદારી થઈ. આ વખત ગેઈલે 104 રનની શાનદાર અણનમ પારી રમી હતી, તો કેએલ રાહુલ 18 રન બનાવી આઉટ થઈ ગયો હતો.


ત્રીજી વખત આ જોડી કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ઈડન ગાર્ડનમાં ઉતરી અને પહેલી વિકેટ માટે 116 રન જોડ્યા. આ મેચમાં કેએલ રાહુલે 60 રન બનાવ્યા, જ્યારે ક્રિશ ગેઈલે અણનમ 62 રનની પારી રમી.


એકવાર ફરી આઈપીએલમાં સનરાઈજર્સ અને પંજાબ વચ્ચે ટક્કર થઈ અને આ જોડીએ પહેલી વિકેટ માટે 55 રન બનાવ્યા. ક્રિશ ગેઈલે આ મેચમાં 23 રન બનાવ્યા તો કેએલ રાહુલે 32 રનની પારી રમી.