

ગીતા મહેતા, ગાંધીનગર : રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યો છે. જેમાં ૭ મી જાન્યુઆરી અમદાવાદ, ૮ જાન્યુઆરીએ રાજકોટ અને વડોદરા ખાતે પતંગ ઉત્સવ યોજાશે જ્યારે ૯મી જાન્યુઆરીએ પોરબંદર અને કેવડિયા કોલોની ખાતે યોજાશે અને ત્યાર બાદ 11મી જાન્યુઆરી કચ્છ ઘોરડો અને સાપુતારા ખાતે યોજાશે. ઉપરાંત 12મી જાન્યુઆરી એ ઉત્તર ગુજરાત ના મહેસાણા ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આયોજીત આ મહિતસવમાં તમામ સ્થળોએ થીમ પેવેલિયન, રંગા રંગ કાર્યક્રમ, થીમ બેઝ સ્ટોલ, અને સંકૃતિક કલચરલ કાર્યક્રમો માટેનું આયોજન કરવામાં આવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)


ગુજરાતમાં 7 થી 14 જાન્યુઆરી દરમ્યાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા સૌરાષ્ટ્રના રાજકોટ પોરબંદર અને જામકંડોળા સહિ કચ્છના ઘોરડોનોપણ સમાવેશ થાય છે (પ્રતિકાત્મક તસવીર)